Fb.Tw.In.

વલસાડ વિશ્વકર્મા કનેક્ટ બિઝનેસ ગ્રુપ સાથે બિઝનેસ મીટ યોજવામાં આવી

વલસાડ ખાતે યોજાયેલ આ બિઝનેસ મીટમાં દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયેલ વિશ્વકર્મા સમાજના જાણીતા ઉદ્યોગપતિઓ એ હાજરી આપી. આ સંગઠનનો મુખ્ય હેતુ સમાજના લોકોને સામાજિક અને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવાનો તથા યુવાનો માટે નવી બિઝનેસ અને જોબ ઓપર્ચ્યુનિટી ઉભો કરવાનો છે. વિશ્વકર્મા કનેક્ટ પોર્ટલના ફાઉન્ડર પ્રોફેસર કે.ડી. વિશ્વકર્માનું વિઝન એક સશક્ત અને યુનાઇટેડ બિઝનેસ કૉમ્યૂનિટીનો પાયો રોપવાનું છે.
આવનારા દિવસોમાં બિઝનેસ રિલેટેડ સમસ્યાઓ સામે એક સાથે ઝઝુમવાની ક્ષમતા ધરાવતી વિશ્વકર્મા કન્નેક્ટ બિઝનેસ કોમ્યુનિટી કેવી રીતે પોત પોતાના બિઝનેસને વધુ એક્સપાન્ડ કરી શકે છે તે શ્રી કે.ડી. વિશ્વકર્મા દ્વારા આપવામાં આવેલ પ્રવચનનો મહત્વનો મુદ્દો રહ્યો. ગુજરાતના જાણીતા લોકોએ આ પહેલને બહુમતથી સમર્થન આપી આવકાર આપેલ છે. ભૂતપૂર્વ RJ અને એસલાન મીડિયાના ડિરેક્ટર રિયા ગજ્જરે ડિજિટલ તથા ક્રિએટિવ સ્ટ્રેટેજીસ સાથે કેવી રીતે વારસાગત બિઝનેસ ને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવો તે વિષય પર ખાસ ધ્યાન દોર્યું હતું. વિશ્વકર્માના વંશજો જે દેશના ખૂણે ખૂણે ફેલાયેલા છે તેમના માટે દરેક શહેર અને રાજ્યમાં આ પ્રકારની બિઝનેસ કમ્યૂનિટીની શરૂઆત જલ્દી કરવામાં આવશે તેવા પ્રણ સાથે આ કોમ્યુનિટીનો ઘડો મુકવામાં આવેલ છે.
વલસાડ વિશ્વકર્મા બિઝનેસ મીટ એ એક શરૂઆત છે વિશ્વકર્મા સમાજના ઉદયની. વિશ્વકર્મા દાદાના આશીર્વાદ થી આ સાથનો પ્રકાશ દરેક નવા વિશ્વકર્મા વંશજને પોતાની શક્તિનો પ્રકાશ પહોંચાડવા સ્વયં પ્રજ્વલિત છે અને બિઝનેસ વર્લ્ડમાં પોતાનો ડંકો વગાડવા તૈયાર છે.

Leave a Comment

18 − seventeen =